New Update
/connect-gujarat/media/media_files/2025/03/16/aZazZGjSodx11mdFwCpw.jpeg)
ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા દ્વારા ભરૂચ કલેકટરને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં જણાવ્યા અનુસાર અમદાવાદ - મુંબઈ નેશનલ હાઈવેને જોડતા હાઈવે ઉપર ભરૂચ- અંકલેશ્વર વચ્ચે માંડવા ટોલ પ્લાઝા ઉપર સ્થાનિક વાહનો પાસેથી ટોલ ટેક્સ ફરીથી ચાલૂ કરવામાં આવ્યો છે.
અગાઉ ભરૂચના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ કેટલાક દિવસોથી ભરૂચ માંડવા ટોલ પર ટોલના સંચાલકો દ્વારા સ્થાનિક GJ-16 પાસિંગ ગાડીઓ પાસેથી ટોલ વસૂલવામાં આવી રહયો છે.
તેને બંધ કરવા હુકમ કરવામાં આવે તેવી પત્રમાં માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.