ભરૂચ: કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ નોડલ અધિકારીઓની તાલીમ યોજાઈ

ભરૂચ જિલ્લામાં નગરપાલિકા જંબુસર વોર્ડ નંબર-૧ બેઠકની પેટા ચૂંટણી, જિલ્લા પંચાયત (૧- આછોદ ) બેઠકની પેટા ચૂંટણી તથા હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ ) બેઠક

New Update
images (2)2
ભરૂચ જિલ્લામાં નગરપાલિકા જંબુસર વોર્ડ નંબર-૧ બેઠકની પેટા ચૂંટણી, જિલ્લા પંચાયત (૧- આછોદ ) બેઠકની પેટા ચૂંટણી તથા હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ ) બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૧૬/૦૨/૨૦૨૫ અને મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ થશે.નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા થાય તે - માટે ભરૂચ  કલેકટર કચેરીના સભાખંડ ખાતે ચૂંટણી માટે નિમાયેલા નોડલ ઓફિસરોની તાલીમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
આ તાલીમમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ નોડેલ અધિકારીઓને કરવાની થતી કામગીરી અંગે માહિતગાર કરાયા હતા.જેમાં કો-ઓર્ડીનેશન, સુપરવિઝન, મતપેટી મેનેજમેન્ટ કામગીરી, કાયદો અને વ્યવસ્થા, ઓબ્ઝર્વેર લાયઝનીંગ, કોમ્પ્યુટરાઈઝેશન તથા ઇ- ડેશ વર્ડમાં ડેટા એન્ટ્રી, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ, મતદાન મથકોને લગતી કામગીરી, આચારસંહિતા અમલીકરણ, પોલીંગ સ્ટાફ વેલ્ફેર અંગેની કામગીરી અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
Advertisment
Latest Stories