ભરૂચ: કોર્ટ સંકુલમાં વૃક્ષારોપાણ કરવામાં આવ્યું, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ અને વન વિભાગના સંયુકત ઉપક્રમે ભરૂચ જિલ્લા ન્યાયાલયના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવી ઉજવણી

  • વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય

  • કોર્ટ સંકુલમાં વૃક્ષારોપાણ કરાયુ

  • વકીલો-ન્યાયાધીશો જોડાયા

  • પર્યાવરણ બચાવવાના સંકલ્પ લેવાયા

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના ન્યાયાલય પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં પર્યાવરણ બચાવોના હેતુસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
ભરૂચ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ અને વન વિભાગના સંયુકત ઉપક્રમે ભરૂચ જિલ્લા ન્યાયાલયના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન આર. કે. દેસાઈના અધ્યક્ષસ્થાને વિવિધ ન્યાયાધીશઓ, વકીલઓ અને કાનુની સેવાઓ સાથે સંકળાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અધિક જિલ્લા ન્યાયાધીશઓ, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી. પી. મોકાશી, જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ પી. એ. સિંધા, જિલ્લા સરકારી વકીલ પી. બી. પંડયા, ચીફ ડીફેન્સ કાઉન્સેલ જે. વી. પટેલ તેમજ પેરા લીગલ વોલન્ટિયર્સ સહિત ન્યાયાલયના કર્મચારીઓએ પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષારોપણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Latest Stories