ભરૂચ: ઓરિયન આર્કેડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ, પાકિસ્તાનના પૂતળાનું દહન

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ નજીક ઓરિયન આર્કેટ શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા આતંકીઓના પૂતળાનું દહન કરાયું હતું સાથે જ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા

New Update
  • જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલાનો વિરોધ

  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • ઓરિયન આર્કેડ ખાતે શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

  • પૂતળા દહન કરી વિરોધ નોંધાવાયો

  • ભાજપના આગેવાનો પણ જોડાયા

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ નજીક ઓરિયન આર્કેટ શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા આતંકીઓના પૂતળાનું દહન કરાયું હતું સાથે જ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા તુલસીધામ નજીક ઓરિયન આર્કેડ શોપિંગ સેન્ટર ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ, સ્થાનિક રહીશો તથા સામાજિક કાર્યકરો જોડાયા હતા. હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ઉપસ્થિત લોકોએ કાળી પટ્ટી ધારણ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને પૂતળા દહન કરી આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર આક્રોશ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, યુવા ભાજપ પ્રમુખ રૂષભ પટેલ, નિરલ પટેલ તેમજ ઓરિયન આર્કેડના વેપારી સભ્યો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: ભડકોદ્રા ગામના મુખ્ય માર્ગ પર 2 આખલાઓ વચ્ચે યુદ્ધ, વાહનચાલકોમાં નાસભાગ

આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા પાટીયાથી ભડકોદરા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું.

New Update
  • અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક

  • 2 આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ

  • ભડકોદ્રા ગામ નજીક બે આખલા બાખડયા

  • વાહનચાલકોમાં નાસભાગ

  • સ્થાનિકોએ પાણીનો છંટકાવ કર્યો

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ નજીક મુખ્ય માર્ગ પર બે આખલાઓ બાખડતા વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તાર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા પાટીયાથી ભડકોદરા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું. મુખ્ય માર્ગ પર જ બે આખલા બાખડતા વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકોએ આખલા પર પાણી છાંટી તેમને શાંત પાડ્યા હતા. અંકલેશ્વરમાં અવારનવાર રખડતા ઢોરનો આતંક સામે આવે છે.રખડતા ઢોરના કારણે અનેક વખત અકસ્માત સહિતના પણ બનાવો બને છે ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ પુનઃ શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે