New Update
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલમાં આજરોજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયખાની નેરોલેક કંપની દ્વારા શાળાના મકાનને રંગોરોગાનનું કાર્ય પૂર્ણ કરવામાં આવતા તેનું ઉદઘાટન કરાયું હતુ આ ઉપરાંત શાળામાં છેલ્લા 33 વર્ષથી સેવક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ પરમાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.
જેમાં મંડળના હોદ્દેદારો, શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમનું સાલ ઓઢાડી અને સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ સાથે જ શાળામાં ફરજ બજાવી ચુકેલ શિક્ષક ડો.પ્રશાંત પંડ્યા અને ધરા પંડ્યાને જિલ્લા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક સી.કે.ભટ્ટ, નેરોલેક કંપનીના પ્રોડક્શન હેડ રાજીવ ચૌહાણ, સી.એસ.ઓ.પરેશ પટેલ,કમર્શિયલ હેડ કશ્યપ નારે,મંગલમ ગ્રુપના ડાયરેકટર કિરણસિંહ પરમાર,આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ, મંત્રી ભગવતીભાઈ પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, જીગ્નેશ પટેલ સહિત શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories