New Update
/connect-gujarat/media/media_files/2025/12/26/accident-cctv-2025-12-26-19-03-41.jpg)
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત ટળી ગયો હતો. બેફામ ઝડપે દોડી રહેલી હાઇવા ટ્રકે મોપેડ ચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત દરમિયાન ટ્રકના તોતિંગ પૈડાં નીચે મોપેડનો સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગયો, પરંતુ આશ્ચર્યજનક રીતે મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો. ગોદી રોડ પર આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે ભારે વાહનોને શહેરમાં પ્રવેશ અને અવરજવર માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જોકે, આ જાહેરનામાની આડમાં ભારે વાહનો શહેરની અંદર બેફામ ઝડપે દોડી રહ્યા હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે.આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે.સ્થાનિકોએ તંત્ર પાસે ભારે વાહનો પર કડક નિયંત્રણ અને ટ્રાફિક નિયમોના કડક અમલની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય.
Latest Stories