New Update
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ શહેરના વોર્ડ નં. 2ના અરજદારોએ મતદાર યાદીમાં સુધારા-વધારા કરાવી સરકારની યોજનાનો લાભ લીધો હતો.
ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાનાં વોર્ડ નં. 2 માં મતદાર નોંધણી અને સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચ નગરપાલિકા વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ તેમજ સાથી કાઉન્સિલર ઈબ્રાહીમ કલકલ વોર્ડમાં બુથ પર બી.એલ.ઓ.ની સાથે હાજર રહી મતદાર યાદીમાં નામ નોંધણી, નામ કમી, મતદાર યાદીની વિગતમાં સુધારો કરવા માટે અરજદારોને સહકારરૂપ બન્યા હતા, જ્યારે નવા મતદારોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તો બીજી તરફ, વધુમાં વધુ લોકો મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લે તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, જે લોકો મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લઈ શક્યા નથી. તેઓ આવનારી તા. 23 અને 24 નવેમ્બર 2024 એમ 2 દિવસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
Latest Stories