ભરૂચમાં વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી
તંત્ર દ્વારા હાથ ધરાયુ સફાઈ અભિયાન
યોગ કર્યા બાદ કરવામાં આવી સાફ સફાઈ
કલેકટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓ જોડાયા
કલેકટર કચેરીમાં કરાય સાફ સફાઈ
આજે તારીખ 21 મી જૂન વિશ્વ યોગ દિવસની ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જીએનએફસી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં યોગાસન કર્યા બાદ કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓએ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અધિકારીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં કલેકટર સહિત મન અધિકારીઓએ હાથમાં ઝાડુ પકડી સાફ સફાઈ કરી હતી. સફાઈ અભિયાનમાં નાયબ કલેકટર એન.આર. ધાંધલ, નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા.
/connect-gujarat/media/media_files/2025/12/04/p-two-arrested-for-betting-on-ipl-match-p-_1743103086441-2025-12-04-09-05-56.jpg)