ભરૂચ : ઉત્તરાયણ પર્વની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી,સૌ કોઈએ પતંગ ઉડાવીને ઉત્સવની કરી ઉજવણી

જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અબાલ વૃદ્ધ સૌ કોઈએ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે બાળકો સહિત મોટેરાઓએ પતંગ ચગાવ્યા હતા,અને પર્વની ઉજવણી કરી હતી. ડી.જે.ના તાલ સાથે લોકોએ પતંગ ઉડાવાની મજા માણી

New Update
  • ઉત્તરાયણ પર્વની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી

  • સૌ કોઈએ પતંગ ચગાવવાનો માણ્યો આનંદ

  • સંગીતના તાલ સાથે લોકો ઉત્તરાયણ પર્વમય બન્યા

  • પૂર્વ MLA દુષ્યંત પટેલે પાઠવી સૌને પર્વની શુભેચ્છા

  • જિલ્લા ભાજપ પ્રમુખે પણ કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી  

 ભરૂચમાં ઉત્તરાયણના પર્વની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે પૂર્વ ધારાસભ્ય,જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.

આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચ-અંકલેશ્વર સહિત જિલ્લામાં પણ આ પર્વ ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાયું હતું. અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.

ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે બાળકો સહિત મોટેરાઓએ પતંગ ચગાવ્યા હતા,અને પર્વની ઉજવણી કરી હતી. ડી.જે.ના તાલ સાથે લોકોએ પતંગ ઉડાવાની મજા માણી હતી.ત્યારે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલએ પોતાના પરિવારજનોમિત્રવર્તુળ સાથે પતંગ  ચગાવ્યા હતા. તો જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ તેઓના જુના ડેરા સ્થિત મિત્રો સાથે પતંગ ચગાવી પર્વનો આનંદ માણ્યો હતો.

Latest Stories