New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
જે.પી.કોલેજના ગ્રાઉન્ડ પર આયોજન
-
વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજન કરાયું
-
રસિયા હોળીનો કાર્યક્રમ યોજાયો
-
ફુલથી રમાતી હોળીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસિયા હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
વૈષ્ણવ સમાજ માટે હોળીનું પર્વ અદકેરૂ મહત્વ ધરાવે છે. હોળી પહેલાં જ તેઓ અલગ અલગ પ્રકારે ઉજવણી કરતાં હોય છે.ભરૂચમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે જે.પી કોલેજના ગ્રાઉન્ડ ખાતે 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયના સાંનિધ્યમાં રસિયા હોળીની ઉજવણી કરવામાં આવી હતી.200 કિલોથી વધુ ફૂલોથી સૌ કોઇ રસિયા હોળી રમ્યાં હતાં.વૈષ્ણવો કીર્તનના તાલથી ઝુમી ઉઠ્યા હતાં અને વૃંદાવન જેવો માહોલ સર્જાયો હતો.માત્ર વૈષ્ણવજનો જ નહિ પણ અન્ય સમાજના લોકોએ પણ હાજર રહીને રસિયા હોળીનો લ્હાવો લઇને ધન્યતા અનુભવી હતી.લોકોએ પુષ્પવર્ષા કરીને પર્વનો આનંદ ઉઠાવ્યો હતો.