New Update
આજે તારીખ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે
ભરૂચ પાંજરાપોળ ખાતે કરવામાં આવી ઉજવણી
માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરાય
બાળકોએ માતાપિતાનું કર્યું પૂજન
આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચ પાંજરાપોળ ખાતે આજરોજ ૧૪મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ની માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી
તારીખ 14 મી ફેબ્રુઆરીની સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભરૂચ પાંજરાપોળ ખાતે સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર કાર્યવાહ કૌશલ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈ, નીલકંઠ નગર પ્રાથમિક શાળાના આચાર્ય માયાબેન જાદવ તેમજ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના કર્મકાંડી બ્રાહ્મણ રિદ્ધેશ પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બાળકો પાસે તેમના માતા પિતાનું પૂજન કરાવાયું હતું સાથે જ બાળકોને માતૃ પિતૃ પૂજનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું