ભરૂચ: વાલિયા પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં સાત વર્ષ બાદ 2 કુખ્યાત આરોપીઓની ટ્રાન્સફર વોરન્ટના આધારે કરી ધરપકડ

વાલિયા પોલીસ મથકના આર્મ્સ એક્ટના ગુનાના આરોપીઓ  બ્રીજભુષણ  બુટુલ  મીથીલાધીશ પાડે અને  સંતોષસીંગ અમલાસિંગ  રાજપુતની ધરપકડ કરવાની બાકી હતી.

New Update
a

વાલિયા પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં સાત વર્ષ બાદ 2 કુખ્યાત આરોપીઓની ટ્રાન્સફર વોરન્ટના આધારે કરી ધરપકડ

Advertisment
ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપી તેમજ પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા પોલીસ અધિક્ષક  મયુર ચાવડા , તથા મદદનીશ પોલીસ અપિક્ષક  અજયકુમાર મીણાની સુચનાના આધારે વાલિયા પોલીસ મથકના આર્મ્સ એક્ટના ગુનાના આરોપીઓ  બ્રીજભુષણ  બુટુલ  મીથીલાધીશ પાડે અને  સંતોષસીંગ અમલાસિંગ  રાજપુતની ધરપકડ કરવાની બાકી હતી.પોલીસે તપાસ કરતા બન્ને આરોપીઓ  તેલંગાણા ખાતે મર્ડરના કેસમાં સંડોવાયેલ હોય ત્યા કાર્યવાહી પૂર્ણ થતા ભરૂચ સબજેલમાં કસ્ટડીમાં હતા.પોલીસે કાયદાકીય પ્રોસેસ પૂર્ણ કરી બન્ને આરોપીઓની વાલિયા પોલીસ મથકના ગુનામાં તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી બ્રીજભુષણ સામે આર્મ્સ એક્ટ સહિતના 17 ગુના વિવિધ પોલીસ મથકમાં નોંધાયા છે તો આવી જ રીતે આરોપી સંતોષસીંગ સામે 8 જેટલા ગુના નોંધાયા છે.વાલિયા પોલીસ મથકના ગુનામાં સાત વર્ષ બાદ બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Latest Stories