છેલ્લા 8 દિવસથી કર્મચારીઓની હડતાળ યથાવત, પગાર વધારા સહિતની માંગને લઈ હડતાળ
છેલ્લા આઠ દિવસથી ભરૂચની ઝઘડિયા ઐદ્યોગિક વસાહતમાં આવેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ હડતાલનું શાસ્ત્ર ઉગામ્યું છે.
સતત આઠમાં દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજે વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા,વિજય વસાવા અને ઉમરપાડા ગામના આગેવાન ચિરાગસિંહ વસાવા સહિતના સભ્યો બ્રિટાનિયા કંપની ખાતે પહોંચ્યા હતા અને હડતાળ ઉપર ઉતરેલ કર્મચારી સાથે વાતાઘાટો કરી તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓના આંદોલનમાં સહભાગી બની ન્યાયની માંગ કરી હતી.