ભરૂચ : ગુજરાતી રોકસ્ટાર દેવપગલીના હસ્તે વાલિયાની પ્રકૃતિ દેસાઈને “સિનેમેજીક-2024” એવોર્ડ પ્રાપ્ત થયો...

ભરૂચ જીલ્લાના વાલિયા ગામમાં રહેતી ગુજરાતી ગાયક પ્રકૃતિ દેસાઈને ગુજરાતી રોકસ્ટાર દેવપગલીના હસ્તે “સિનેમેજીક-2024” એવોર્ડ પ્રાપ્ત થતાં પરિવાર, વાલિયા નગર સહિત ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

a
New Update

ભરૂચ જીલ્લાના વાલિયા ગામમાં રહેતી ગુજરાતી ગાયક પ્રકૃતિ દેસાઈને ગુજરાતી રોકસ્ટાર દેવપગલીના હસ્તે સિનેમેજીક-2024” એવોર્ડ પ્રાપ્ત થતાં પરિવારવાલિયા નગર સહિત ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ભરૂચ જીલ્લાના વાલિયા ગામની દિકરી પ્રકૃતિ દેસાઈને ભજન સમ્રાટ અને પદ્મભુષણ અનુપ જલોટા સાથે સ્વર્ગ યહી હૈનર્ક યહી હૈ..માં ભજન ગાવાનો અવસર મળ્યો હતો. પ્રકૃતિ દેસાઈને સંગીત વારસામાં મળ્યું છે. તેણીના પિતા યોગેશ દેસાઈ સરકારી પ્રાથમિક શાળામાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેઓ સંગીત વિશારદ થયા છે. દીકરી પ્રકૃતિ પણ હાલ શાસ્ત્રીય સંગીત શિખી રહી છેઅને તે પણ પિતાના પગલે ઉપાનત્ય વિશારદ કરી રહી છે. પ્રકૃતિને ગુજરાતી રોકસ્ટાર દેવપગલી સાથે પણ "મામામેરા અસલી" ગીતમાં સાથે ગાવાનો અવસર મળ્યો હતો. એ સિવાય પ્રકૃતિના ઘણાં ગીત આવ્યા છે. જેમાં રાધાને યાદ આવી કાનજી તમારી”, “ગુડિયા રાની”, “દિકરીનું દર્દ”, “ઓ લાડલીતું છો મને વ્હાલી”, “હમકો કસમ હૈ અપને વતન કી”, “કલ્યાણ કરજો માતા કૃપાળું”, “જય જય રામ સાંઈ બનતાં સબકી લકીર” સહિતના ગીતોમાં પ્રકૃતિ દેસાઇએ કંઠ આપ્યો છેતારે સિનેમેજીક-2024” અમદાવાદ પરિવાર તરફથી પ્રકૃતિ દેસાઇને એવોર્ડ મળ્યો છે. જેમાં પણ ગુજરાતી રોકસ્ટાર દેવપગલીના હસ્તે પ્રકૃતિ દેસાઈને એવોર્ડ પ્રાપ્ત થતાં દેસાઇ પરિવાર સહિત વાલિયા તાલુકાના નગરજનો ગર્વની લાગણીની અનુભૂતિ કરી રહ્યા છે.

#Bharuch #Gujarat #Valia #award #prakruti desai
Here are a few more articles:
Read the Next Article