ભરૂચ : વલસાડ NDPSના 5 ગુન્હાઓમાં જપ્ત કરાયેલ કોડેઈન સિરપ સહિત રૂ. 1.10 કરોડના મુદ્દામાલનો દહેજની બેઈલ કંપની ખાતે નાશ કરાયો...

કેન્દ્ર સરકારની સુચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટીકસ ડ્રગ્સના જથ્થાના નાશ-નિકાલ માટે તા. 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી-2025 સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
fff

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી બેઈલ કંપનીમાં ગતરોજ વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપે એન.ડી.પી.એસ.ના 15 ગુન્હાઓમાં કબ્જે કરાયેલા નાર્કોટીકસનો મુદ્દામાલ કુલ વજન 2503.957 કિલો ગ્રામ કોડેઈન સિરપની બોટલો નંગ 119 મળીને કુલ રૂ. 1.10 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારની સુચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટીકસ ડ્રગ્સના જથ્થાના નાશ-નિકાલ માટે તા. 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી-2025 સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસધાને વલસાડ જિલ્લા એસપી ડૉ. કરનરાજ વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ.કે.વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસ.ઓ.જી. પીઆઈ એ.યુ.રોઝના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ દાખલ થયેલા કુલ 15 ગુન્હાઓમાં કબ્જે કરાયેલ માદક પદાર્થ નાર્કોટીક્સના મુદ્દામાલની નાશ-નિકાલની કાર્યવાહી ગત તા. 16 જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ GIDCમાં આવેલ બેઈલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવી હતી.

વલસાડ રૂરલ ગુના 02 ડ્રગ્સનો જથ્થો 274.03 કિલો ગ્રામ તથા 105 કોડેઇન સીરપ બોટલ જેની કિંમત રૂ. 25,60,637.15પારડી પોલીસ મથકના ગુના 02 ડ્રગ્સનો જથ્થો 3.131 કિલો ગ્રામ જેની કિંમત રૂ.87,010,નાનાપોંઢા ગુના 01 ડ્રગ્સનો જથ્થો 2097.95 કિલો ગ્રામ જેની કિંમત રૂ. 64,46,790ધરમપુર ગુના 04 ડ્રગ્સનો જથ્થો 22,164 કિલો ગ્રામ જેની કિંમત રૂ.3,52,190વાપી ટાઉન પોલીસ સ્ટેશન ગુના 02 ડ્રગ્સનો જથ્થો 95,680 કિલો ગ્રામ તથા 14 કોડેઈન સીરપની બોટલ જેની કિંમત રૂ. 9,69,110વાપી GIDC ગુના 01 ડ્રગ્સનો જથ્થો 32,87 ગ્રામ જેની કિંમત રૂ. 5,33,700 અને ભીલાડ ગુનો 03 ડ્રગ્સનો જથ્થો 10.97 કિલો ગ્રામ જેની કિંમત રૂ. 86,014 કુલ રૂપિયા 1,10,45,451.15નો નાશ કરવામાં આવ્યો હતો.