ભરૂચ : શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર-ઝાડેશ્વર ખાતે રામનવમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા…

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રામ નવમીના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામને પારણે ઝુલવવા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

New Update
  • શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર-ઝાડેશ્વર ખાતે કરાયું આયોજન

  • ચૈત્ર સુદ નોમને રામનવમી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • ભગવાન શ્રી રામને પારણે ઝુલવવા સહિત કાર્યક્રમો યોજાયા

  • મહાપૂજામહા આરતી તથા પ્રસાદીનો ભક્તોએ લ્હાવો લીધો

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લ્હાવો લઈ શ્રધ્ધાળુઓ ધન્ય થયા

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રામ નવમીના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામને પારણે ઝુલવવા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા નદીના કિનારે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ ચૈત્ર સુદ નોમ રામ નવમી નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શ્રી રામને પારણે ઝુલાવવામાં આવ્યા હતા. આ સાથે જ મહાપૂજા અને મહા આરતી તથા પ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રધ્ધાળુઓએ લ્હાવો ધન્યતા અનુભવી હતી.

Latest Stories