New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરાયું
વયવંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
70થી વધુ વયસ્ક નાગરિકોએ લીધો લાભ
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભોલાવ સર્કિટ હાઉસ ખાતે વયવંદના આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ ખાતે વયવંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.ભરૂચ વિધાનસભા ક્ષેત્રના 70 વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન ભોલાવ સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામા વરિષ્ઠ નાગરિકોએ લાભ લઈ આ યોજનાને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,આરોગ્ય અધિકારી ડો.જે.એસ. દુલેરા,સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories