New Update
/connect-gujarat/media/media_files/2025/06/10/06MjKnP3LNQdD3LAOilx.jpg)
ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓનો દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા આ દરમિયાન તેઓનો કોઈએ વિડિયો ઉતાર્યો હતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે જેમાં પોલીસકર્મીઓ ડાન્સ કરતા પણ નજરે પડી રહ્યા છે. વિડીયો વાયરલ થતાં ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ તપાસના આદેશ આપ્યા છે.વાયરલ વીડિયોમાં હાંસોટ પોલીસ મથકના રાઇટર હિતેશ પરમાર અને અન્ય પોલીસકર્મીઓ હોવાનું બહાર આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ ભરૂચ હેડક્વાર્ટરમાં આવેલ વર્કશોપમાં બે પોલીસકર્મીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા જેઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા અને તેઓ વિરુદ્ધ પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો ત્યારે ભરૂચમાં બે દિવસમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલના બે મામલા પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.