ભરૂચ : ઝઘડિયાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવા સહિત વધુ એક ST બસ ફાળવવા ગ્રામજનોની રજૂઆત...

ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી...

New Update
  • ઝઘડિયાના હરીપુરા અને આસપાસના ગ્રામજનોને હાલાકી

  • હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી

  • બહાર અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને પણ બસની અગવડ

  • વધુ એક બસની ફાળવણી કરવાના આવે તેવી માંગ કરાય

  • જાગૃત ગ્રામજનોની સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવા અને બસ માટે વિદ્યાર્થીઓને પડતી અગવડ માટે જાગૃત ગ્રામજનોએ સાંસદને મૌખિક રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ સવારે રાજપીપલાથી આવતી બસ મુસાફરોથી ભરેલી હોવાના કારણે વિદ્યાર્થીઓને ભરૂચઝઘડિયા અને રાજપારડી અભ્યાસ કરવા જવા માટે મુશ્કેલી પડે છે. જેથી બીજી બસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.

ગ્રામજનોએ જણાવ્યું હતું કેરાજપીપલાથી ભરૂચ માટે બસ તો આવે છે. પણ બસમાં વધુ મુસાફરો હોવાથી સીટ ખાલી હોતી નથી. જેથી બસ સ્ટેન્ડ પર બસને ઉભી રાખવામાં આવતી નથી. જેના કારણે રોજ અપ-ડાઉન કરતા હરીપુરારાજપરાઉચ્છબ અને રૂપાણીયા ગામ મળી 4 ગામના વિદ્યાર્થીઓને મજબૂર થઈ ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડે છે. જેથી વધુ એક બસ શરૂ કરવા માટે તેમજ હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની મૌખિક રજૂઆત કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.