ભરૂચ: દક્ષિણ આફ્રિકાના મોઝામ્બિકમાં હિંસા- લૂંટફાટ, સિતપોણ ગામે રહેતા પરિવારજનો ચિંતાતુર

દક્ષિણ આફ્રિકાની પાડોશમાં આવેલાં મોઝામ્બિકમાં કોર્ટના ચુકાદા બાદ ફાટી નીકળેલી રાજકીય હિંસાનો સૌથી વધુ ભોગ ગુજરાતીઓ બન્યાં છે.

New Update
Advertisment
  • દક્ષિણ આફ્રિકાના મોઝામ્બિકમાં હિંસા

  • ગુજરાતી વેપારીઓની દુકાન-મોલમાં લૂંટફાટ

  • નિગ્રો લૂંટારુઓએ મચાવ્યો આતંક

  • સિતપોણ ગામે રહેતા પરિવારજનો ચિંતાતુર

  • સરકાર પાસે મદદની લગાવી ગુહાર

Advertisment
દક્ષિણ આફ્રિકાની પાડોશમાં આવેલાં મોઝામ્બિકમાં કોર્ટના ચુકાદા બાદ ફાટી નીકળેલી રાજકીય હિંસાનો સૌથી વધુ ભોગ ગુજરાતીઓ બન્યાં છે. ત્યારે ભરુચના સિતપોણ ખાતે રહેતા પરિવારજનો ચિંતિત બન્યા છે.
ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશના અલગ અલગ દેશોમાં સ્થાયી થયા છે ત્યારે  ભરૂચ જિલ્લામાંથી પણ અનેક પરિવારો રોજગારી માટે વર્ષોથી દક્ષિણ આફ્રિકાની પાડોશમાં આવેલા મોઝામ્બિક સહીતના શહેરોમાં સ્થાયી થયાં છે. ગુજરાતીઓ મોટા ભાગે કરિણાણા, ઈલેકટ્રીકનો સામાન અને મોબાઇલ શોપ ધરાવે છે.હાલમાં આ શહેરમાં અરાજકતાનો માહોલ છે ત્યારે ભરૂચના સીતપોણ ગામે રહેતા પરિવારજનો ચિંતિત બન્યા છે.સીતપોણનું દંપતિ મોઝામ્બિકમાં પરિવાર સાથે સંપર્ક કરી રહયું છે.આ અંગે ભરૂચના સીતપોણ ગામમાં રહેતાં મહેમુબ માટલીવાલાએ જણાવ્યું હતું કે મારો પરીવાર 20 વર્ષ ઉપરાંતથી મોઝામ્બિક્માં રહે છે. આ ગામના અંદાજીત 10 જેટલા પરિવાર ધંધા અર્થે ત્યાં સ્થાયી થયા છે. મારા બે ભાઈઓ હાલમાં મોઝામ્બિક દેશમાં મનીષા અને મપુતોમાં રહીને વાસણની દુકાન ચલાવે છે. પરતુ હાલમાં ત્યાં જે હિંસા ફાટી નીકળી છે ત્યાં તેમના ભાઈઓની દુકાનો અને મકાનો પણ લૂંટી લેવામાં આવતા તેઓ પોતાના મકાનો છોડીને લોકોના ઘરોમાં શરણાર્થીઓ બન્યા છે અને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.જેના કારણે તેમના સમગ્ર પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.આવી સ્થિતિમાં ભારત અને ગુજરાત સરકાર પાસે અમે મદદની માગણી કરી રહ્યાં છીએ
Latest Stories