ભરૂચ: ચોર અંગેના વાયરલ વિડીયો-મેસેજ આગની જેમ ફેલાયા,જિલ્લામાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ

ભરૂચ જિલ્લામાં ચોર અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજે ગંભીર પરિસ્થિતિ સર્જી છે ચોરના ડરથી ફફડી રહેલા લોકો અજાણતામાં જ હવે નિર્દોષો પર હુમલો કરી રહ્યા છે

New Update

ભરૂચ જિલ્લામાં વાયરલ મેસેજથી ફફડાટ

ચોર અંગેના મેસેજથી ગંભીર પરિસ્થિતિ

નિર્દોષ લોકો પર હુમલાના બનાવ વધ્યા

નોકરીએ જતા યુવાન અને અધિકારી પર હુમલો

પોલીસ યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી

 

ભરૂચ જિલ્લામાં ચોર અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજે ગંભીર પરિસ્થિતિ સર્જી છે ચોરના ડરથી ફફડી રહેલા લોકો અજાણતામાં જ હવે નિર્દોષો પર હુમલો કરી રહ્યા છે ત્યારે આ મામલામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે
ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને મેસેજ આગની જેમ ફેલાઈ રહ્યા છે અને આ વિડીયો મેસેજમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ત્રાટકી હોવાનો ઉલ્લેખ છે. જંબુસર હોય આમોદ હોય વાલીયા હોય હાંસોટ હોય કે નેત્રંગ હોય તમામ તાલુકાના ગામોમાં લોકો ચોર અંગે ફરી રહેલા વાયરલ મેસેજથી ફફડી રહ્યા છે જેના કારણે અજાણ્યા ઈસમોને ગામમાં આવતા અટકાવવામાં આવી રહ્યા છે. ચોરનો ડર લોકોમાં એટલો ઘર કરી રહ્યો છે કે હવે અજાણતામાં તેઓ નિર્દોષ લોકો પર હુમલો કરી રહ્યા છે.આવો જ બનાવ વાલીયામાં પણ પ્રકાશમાં આવ્યો હતો.વાલીયામાં નોકરીએ જઈ રહેલ યુવાન પર કેટલાક લોકોએ હુમલો કરી ગાડીમાં તોડફોડ કરી હતી તો આ તરફ નેત્રંગમાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો.બીજી તરફ વિવિધ ગામમાં લોકો રાત્રિના સમયે ઉજાગરા પણ કરી રહ્યા છે અને ચોર ચોરી ન કરી જાય તે માટે રાત્રી પહેરો ભરી રહ્યા છે. આ અગાઉ નર્મદા જિલ્લામાં પણ ચોર સમજીને એક સાધુને માર મારવામાં આવ્યો હતો ત્યારે પોલીસ પણ લોકોને સતર્ક રહેવા અને સોશિયલ મીડિયા પર ફરી રહેલા મેસેજથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી રહી છે.પોલીસ દ્વારા લોકોમાં ઘર કરી ગયેલ આ ડરને દૂર કરવા કાર્યવાહી કરવામાં આવે એ હવે જરૂરી બન્યું છે. આવી પરિસ્થિતિમાં કોઈપણ શંકાસ્પદ પરિસ્થિતિ કે વ્યક્તિ જણાઈ તો પોલીસનો તુરંત જ સંપર્ક કરવો જોઈએ.
#Bharuch #Gujarat #CGNews #WhatsApp #thefts #Rumours #Fake message
Here are a few more articles:
Read the Next Article