ભરૂચ :ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબીલિટીમાં ઘટાડો, હિલ્સસ્ટેશન જેવો માહોલ

ભરૂચમાં આજરોજ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે  વિઝીબલિટીમાં ઘટાડો થયો હતો. તો બીજી તરફ હિલ્સસ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.

New Update
  • ભરૂચમાં ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ

  • ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ

  • વિઝીબલિટીમાં ઘટાડો

  • વાહનચાલકોને મુશ્કેલી

  • હિલ્સ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યા

ભરૂચમાં આજરોજ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે  વિઝીબલિટીમાં ઘટાડો થયો હતો. તો બીજી તરફ હિલ્સસ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.
ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો. ભરૂચમાં ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝબલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ન દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. 
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.