/connect-gujarat/media/media_files/2025/06/20/volunteer-2025-06-20-17-03-12.jpg)
ભરૂચની સેવાયજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપનાર એક વ્યક્તિનું આકસ્મિક સંજોગોમાં મોત નિપજતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે આવેલ સેવા યજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપતા એમ્બ્યુલન્સના ચાલક બાબુ અમરત જાધવ સાથે અરુણ દયાજીરામ મિશ્રામ સેવા યજ્ઞ સમિતિમાં બિનવારસી રહેતા એક વ્યક્તિનું મોત થતા તેઓનો મૃતદેહ લઈ દશાશ્વમેઘ ઘાટ ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન સુથિયાપુરા રસ્તા પર પડેલ વાયર હટાવવા અરુણ દયાજીરામ મિશ્રામ નીચે ઉતર્યા હતા. તે સમયે અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. જોકે, ભરૂચની સેવાયજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપનાર વ્યક્તિનું આકસ્મિક સંજોગોમાં મોત નિપજતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.