ભરૂચ: મતદાર સુધારણા કાર્યક્રમનો પ્રારંભ, યાદીમાં નામ ઉમેરવા સહિતની કામગીરી કરાઈ

ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે,વોટિંગ લિસ્ટમાં પોતાનું નામ ઉમેરવા,કમી કરવા સહિતની કામગીરી આ તબક્કે કરવામાં આવી હતી. 

New Update
Advertisment
  • ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ 

  • આગામી સપ્તાહના શનિવાર અને રવિવારે પણ યોજાશે કાર્યક્રમ 

  • 18 વર્ષથી ઉપરના લોકો પોતાનું નામ વોટીંગ લિસ્ટમાં નોંધાવી શકે છે 

  • નામનો ઉમેરો,કમી કરવું કે સુધારો કરવા માટેનો મતદારો માટે અવસર 

  • વધુમાં વધુ લોકો કાર્યક્રમનો લાભ લે તેવી કરવામાં આવી અપીલ 

Advertisment
ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે,વોટિંગ લિસ્ટમાં પોતાનું નામ ઉમેરવા,કમી કરવા સહિતની કામગીરી આ તબક્કે કરવામાં આવી હતી. 
ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે,જ્યારે જિલ્લાના અનેક ગામોમાં આ કાર્યક્રમમાં લોકો પોતાના નામમાં રહેલી ભૂલો સુધારી અને પોતના નામનો ઉમેરો કરી શકે તે હેતુ સાથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.જે યુવક યુવતીના 18 વર્ષ પુરા થઇ ગયા હોય એવા લોકો આ કાર્યક્રમનો લાભ લઇ શકે છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આગામી તારીખ 23 નવેમ્બર 2024ના શનિવાર અને તારીખ 24 નવેમ્બર 2024 રોજ પણ આ કાર્યક્રમ દરેક મતદાન બુથ પર યોજવામાં આવશે. ભરૂચના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમ અમદાવાદીએ ભરૂચ APMC બુથ અને ભરૂચ ડેન્ટલ બુથની મુલાકાત લીધી હતી,અને ભરૂચ શહેરના લોકોને આ કાર્યક્રમનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
Latest Stories