ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

Read the Next Article

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.10 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી એક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક અંકલેશ્વર જુના નેશનલ હાઇવે થઈ વડોદરા તરફ જનાર છે.

New Update
bharuch LCB
ભરૂચ એલસીબીએ પ્રતિન હોટલ પાસે આસોપાલવ હોટલ સામે સુરતથી જૂનાગઢ લઈ જવાતા વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી એક સ્વીફ્ટ ફોર વહીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક અંકલેશ્વર જુના નેશનલ હાઇવે થઈ વડોદરા તરફ જનાર છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ પ્રતિન હોટલ પાસે આવેલ આસોપાલવ હોટલ સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં ડીકીમાંથી વિદેશી દારૂની 1489 નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે 7.20 લાખનો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 10.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને સુરતના સરભાણના યોગી ચોક સ્થિત મંગલમ રેસિડેન્સીમાં રહેતો ચિરાગ રસીક સુદાણીને પકડી પાડ્યો હતો.જેને વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા મિત્ર રાકેશ શેખલીયાએ તેને જણાવ્યું હતું કે સુરતના સંજય ચાવડા વિદેશી દારૂનું વેચાણ કરે છે અને તે જૂનાગઢ સુધી વિદેશી દારૂ પહોંચાડી આપવાના 10 હજાર ટીપ આપે છે.તેવું કહેતા ચિરાગ સુદાણીએ હા કહેતા બુટલેગર સંજય ચાવડા રાજ હોટલ સુધી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર આપી ગયો હતો.અને જે કાર આગળ રાકેશ શેખલીયા પાઈલોટિંગ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સંજય ચાવડા અને રાકેશ શેખલીયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.