New Update
આજે ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી
ભરૂચમાં યોજાય મતદાન પ્રક્રિયા
પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયાનું આયોજન
308 મતદારો નોંધાયા
પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતર્ગત ભરૂચની પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી
ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાય હતી.ભરૂચના નંદેલાવ રોડ પર આવેલ પ્રોગ્રેસીવ હાઇસ્કૂલ ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું હતું.
સામાન્ય ચૂંટણી 1 થી 9 ખંડની યોજાનાર છે, જેમાં 1 થી 6 ખંડની ચૂંટણી બિનહરીફ છે. જ્યારે ખંડ 7 અને ખંડ-8 ની ચૂંટણી યોજાય હતી જે માટે જિલ્લાના કુલ 308 મતદારો નોંધાયા હતા. ખંડ 7માં 120 મતદારો અને ખંડ-8 માં 188 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીમાં કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.મતદાન દરમ્યાન કોઈ અનીરછનીય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો
Latest Stories