ભરૂચ: બાર એસો.ના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાય

ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટી મેમ્બરની ચૂંટણી યોજાઈ હતી જેમાં 853 નોંધાયેલા સભ્યોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

New Update
  • ભરૂચ બાર એસો.ની ચૂંટણી

  • પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી યોજાય

  • 2 પેનલ વચ્ચે જામ્યો જંગ

  • 853 નોંધાયેલા સભ્યો

  • આજે સાંજે જાહેર થશે પરિણામ

ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટી મેમ્બરની ચૂંટણી યોજાઈ હતી જેમાં 853 નોંધાયેલા સભ્યોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
ભરૂચ બાર એસોસીએશનની ચૂંટણી માટેનું ઉત્તેજના અને ઉત્સાહ ભર્યા માહોલમાં મતદાન  યોજાયું  હતું જેમાં બે પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.853 સભ્યો ધરાવતા ભરૃચ બાર  એસોસિયેશનના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિત કમિટી મેમ્બર ની 16 જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.શાંતિભર્યા  માહોલમાં યોજાયેલ ચૂંટણીમાં સહકાર, અને પરિવાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.જેમાં પ્રમુખ પદ માટે સહકાર પેનલ તરફથીપૂર્વ પ્રમુખ પધ્યુમનસિંહ સિંધા તેમજ પરીવાર પેનલના સિપાઈ અજબખાન વચ્ચે જંગ ખેલાયો છે.જોકે પરિણામ  પૂર્વે જ સહકાર પેનલના પ્રમુખ પદના ઉમેદવાર પધ્યુમનસિંહ સિંધાએ  બાર કાઉન્સિલની ચૂંટણીમાં પણ ઉમેદવારી  કરશે તેમ કહ્યું હતું.મતદાન ત્રણ વાગ્યા સુધી યોજાયા બાદ મત ગણતરી હાથ ધરાશે.
Latest Stories