ભરૂચ: વાલિયા પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ફોડ આચરનાર ગેંગના 3 સાગરીતોની કરી ધરપકડ

સાયબર ફ્રોડના નાણાં છેતરપીંડીથી મેળવી ગુનો આચરતી ગેંગને પકડી પાડવા માટે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ અને રાજ્ય સરકારના માર્ગ દર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવ્યું છે

New Update
Valia Police

મ્યુલ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી ભારતના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડના નાણાં છેતરપીંડીથી મેળવી ગુનો આચરતી ગેંગને પકડી પાડવા માટે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ અને રાજ્ય સરકારના માર્ગ દર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ઇન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર તરફથી વિકસાવવામાં આવેલ પોર્ટલ પર સાયબર ક્રાઈમની ફ્રોડ એક્ટિવિટી માટે ઉપયોગ થયેલ એકાઉન્ટના ડેટાનું વિશ્લેષણ કરી વાલિયા પોલીસ મથકના મ્યુલ એકાઉન્ટ હોલ્ડરોની માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

જેમાં વાલિયા તાલુકાના સોડગામના ખાટી ફળિયામાં રહેતો અંકિત વિજય વસાવા અને સુનિલ રણજીત વસાવાએ અંકિતના બનેવી પ્રદીપ લાલજી ગજેરાના ચિટિંગની 18.95 લાખની રકમ બંને ઈસમો અંકિત અને સુનિલે પોતાના એકાઉન્ટમાં નાખી 30-30 હજારનું કમિશન મેળવી યોગેશ બારૈયા નામના ઇસમને સુરત ખાતે જઈ ચેકથી રકમ ઉપાડી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.વાલિયા પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં ચારેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તે દરમિયાન પોલીસે પ્રદીપ ગજેરા,અંકિત વસાવા અને સુનિલ વસાવાને ઝડપી પાડ્યો હતો.

Latest Stories