New Update
/connect-gujarat/media/media_files/2026/02/05/valia-police-2026-02-05-14-01-48.jpg)
ભરૂચની વાલિયા પોલીસે તુણા ગામની સીમમાં નદી કિનારેથી રૂ 3.27 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.પોલીસે બોલેરો પીકઅપ અને ત્રણ બાઇક મળી રૂ 11.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તુણાનો બુટલેગર અને ત્રણ બાઈકોના ચાલકો વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે
ભરૂચની વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન તુણા ગામનો ભુપેન્દ્ર મગન વસાવા બોલેરો પીકઅપ ગાડીમાં વિદેશીદારૂનો જથ્થો ભરી લાવી અન્ય ઈસમો સાથે ગામની સીમમાં નદી કિનારે સગેવગે કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા એક બોલેરો પીકઅપ ,બે બાઈક અને એક મોપેડ મળી આવી હતી.
પોલીસે પીકઅપ ગાડીમાં અને નદી કિનારે તપાસ કરતા વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂ 3 લાખ 27 હજારનો વિદેશીદારૂનો જથ્થો ,7 લાખની પીકઅપ ગાડી ,80 હજારની બે બાઈક અને 50 હજારની મોપેડ મળી કુલ રૂપિયા 11 લાખ 57 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર ભુપેન્દ્ર વસાવા અને વાહનોના ચાલકોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories