ભરૂચ: આમોદ વાગરા રોડ પર ભૂખી ખાડીના પાણી ફરી વળ્યા, બુવા ગામ નજીક ટ્રક પાણીમાં ફસાય

ભુવા ગામ પાસે વરસાદી પાણી ભરાતા એક ટેન્કર પાણીમાં ફસાઈ ગયું હતું. ભૂખી ખાડીના પાણી મુખ્યમાર્ગ પર ફરી વળતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો....

New Update
Bhuva Village
ભરૂચ જિલ્લામાં સતત વરસતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. આમોદ–વાગરા મુખ્ય માર્ગ પર ભુવા ગામ પાસે વરસાદી પાણી ભરાતા એક ટેન્કર પાણીમાં ફસાઈ ગયું હતું.ભૂખી ખાડીના પાણી મુખ્યમાર્ગ પર ફરી વળતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.વાગરાથી વાયા બુવા આમોદ વચ્ચેનો સંપર્ક કપાય ગયો છે.
Latest Stories