ભરૂચ: ઢાઢર નદીની જળ સપાટીમાં વધારો, નદી કિનારાના ગામમાં પાણી પ્રવેશતા જનજીવન પ્રભાવિત

ઢાઢર નદીના જળસ્તરમાં નવા નિરની આવક થઈ છે અને નદીનું જળસ્તર વધી રહ્યું છે. હાલ નદીની જળ સપાટી 97 ફૂટ છે જ્યારે નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે..

New Update
  • ભરૂચમાં આમોદ જંબુસર પંથકમાંથી પસાર થાય છે નદી

  • ઢાઢર નદીની જળ સપાટીમાં વધારો

  • નદી કિનારાના ગામોમાં એલર્ટ

  • નદી કિનારે વસેલા માનસિંગપુરા ગામમાં પાણી પ્રવેશ્યા

  • ઉપરવાસમાં વરસાદના પગલે જળસપાટીમાં વધારો

ભરૂચના આમોદ અને જંબુસર પંથકમાંથી પસાર થતી ઢાઢર નદીમાં નવા નીરની આવક થતા નદી કિનારે વસેલ ગામમાં પાણી પ્રવેશતા જનજીવન પ્રભાવિત થયું હતું.

ઉપરવાસમાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે ભરૂચના આમોદ અને જંબુસર પંથકમાંથી પસાર થતી ઢાઢર નદીના જળસ્તરમાં નવા નિરની આવક થઈ છે અને નદીનું જળસ્તર વધી રહ્યું છે. હાલ નદીની જળ સપાટી 97 ફૂટ છે જ્યારે નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે ત્યારે ઢાઢર નદીના કિનારે આવેલ માન સિંગપુરા ગામમાં નદીના પાણી પ્રવેશ્યા હતા જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું.

આ તરફ પાણીની આવકમાં હજુ પણ વધારો થશે તો નદી કિનારે વસેલા ઘણા ગામોમાં સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ઢાઢર નદીમાં આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીના પાણીની આવક થાય છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

Latest Stories