ભરૂચ: ભારતીય સેનાના જડબાતોડ જવાબનો અમને ગર્વ, MLA ચૈતર વસાવાનું નિવેદન

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે

New Update
  • ભારતની પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક

  • આતંકીઓના અનેક ઠેકાણા ધ્વસ્ત

  • દેશભરમાં ઉત્સાહનો માહોલ

  • ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન

  • ભારતીય સેનાના શૌર્ય પર ગર્વ: ચૈતર વસાવા

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે
પહેલગામ હુમલાના વળતો જવાબ ભારતના વીર જવાનોએ પાકિસ્તાનને જબરદસ્ત રીતે આપ્યો છે અને પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને ભારતીય સેના દ્વારા ગતરાત્રિએ ઓપરેશન સિંદુર અંતર્ગત એર સ્ટ્રાઈક કરવામાં આવી છે જેને તેઓ સમર્થન આપે છે.જ્યારે જ્યારે પણ દેશની એકતા અને અખંડિતતા પર આતંકવાદીઓના હુમલા થશે તેનો જવાબ ભારતની સેના આ રીતે જ આપશે. 
Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના શિયાલી નજીક ટ્રકની ટકકરે બાઈક સવારનું મોત, રાજકીય કિન્નાખોરીમાં ટ્રક ચઢાવી દીધી હોવાના આક્ષેપ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,

New Update
accident
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,જોકે મૃતકની પત્નીએ તેના પતિ પર રાજકીય કિન્નાખોરીથી ઇરાદાપૂર્વક ટ્રક ચઢાવી દીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ લખાવાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ઝઘડિયાના શિયાલી નજીક ટ્રકની ટકકરે બાઈક સવારનું મોત

મૃતકની પત્ની ઉજમબેન ભોગીલાલ વસાવાએ  ઝઘડિયા જીઆઇડીસી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ તેમના પતિ ભોગીલાલ પરભુભાઈ વસાવા સાથે તેમની મોટરસાયકલ પર બાડાબેડા જવાના ત્રણ રસ્તા પાસે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસચારો લઈ પરત આવી રહ્યા હતા એ દરમ્યાન ટ્રક ચાલકે ઈરાદા પૂર્વક અકસ્માત સર્જી મોત નિપજાવ્યુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.