-
નંદેલાવની બુસા સોસાયટીમાં હાટ બજારની શરૂઆત
-
સોસાયટીના કોમન પ્લોટ ખાતે બુધવારી બજારનો પ્રારંભ
-
તા.પં.ના સભ્ય અને સરપંચના હસ્તે હાટ બજારનો કરાયો પ્રારંભ
-
સ્થાનિકોને નાનીમોટી ચીજવસ્તુ ઘરઆંગણે મળી રહે તેવું આયોજન
-
દર બુધવારે સવારે 10થી રાત્રીના 10 સુધી ભરાશે બજાર
ભરૂચ શહેરના નંદેલાવ સ્થિત બુસા સોસાયટીમાં બુધવારી હાટ બજારનો આજરોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તાર સ્થિત બુસા સોસાયટી અને તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની નાનીમોટી ચીજવસ્તુઓ સરળ ભાવે અને ઘર આંગણે મળી રહે તે હેતુથી બુસા સોસાયટીના કોમન પ્લોટમાં તા. 20 નવેમ્બરથી સાપ્તાહિક બુધવારી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ, ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોષી, નંદેલાવ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, બુસા સોસાયટી કમિટીના સભ્યો સહિત સ્થાનિકોની ઉપસ્થિતિમાં બુધવારી હાટ બજારને રીબીન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું.