New Update
/connect-gujarat/media/media_files/2025/03/27/0mGHf72Xl6XhsFnzptcV.jpeg)
લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. આથી, ભરૂચ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો જેમાં ૨૭ જેટલી અરજીઓની રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાધલ તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories