અંકલેશ્વર: બાઇક ચોરી સ્પેરપાર્ટ્સ કટિંગ કરી વેચતી ટોળકીના 2 સાગરીતની ધરપકડ, બાઈક ચોરીના 9 ગુનાનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે બે ઈસમો શંકાસ્પદ મોટરસાયકલ લઈને અંસારમાર્કેટથી સર્વિસ રોડ તરફ થઈને અંકલેશ્વર તરફ આવનાર છે

New Update
  • અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળી સફળતા

  • બાઈક ચોરીના ગુનામાં 2 આરોપીની ધરપકડ

  • બાઇક ચોરી સ્પેરપાર્ટ્સ કટિંગ કરી વેચતા હતા

  • 9 ચોરીના ગુનાનો પોલીસે ભેદ ઉકેલ્યો

  • રૂ.1.83 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાઈક ચોરીના ગુનામાં 2 રીઢા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ બાઇકની ચોરી કર્યા બાદ કટરથી કાપી તેના સ્પેરપાર્ટ્સ વેચી દેતા હોવાનો ખુલાસો થયો છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે બે ઈસમો શંકાસ્પદ મોટરસાયકલ લઈને અંસારમાર્કેટથી સર્વિસ રોડ તરફ થઈને અંકલેશ્વર તરફ આવનાર છે જે બાતમીના આધારે અંસારમાર્કેટ નજીક બે ઈસમો આવતા તેમને અટકાવી તપાસ કરતા તેઓ પાસે રહેલ બાઈક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું.આ અંગે આરોપીઓ ઉસ્માન સીદીકી અને મોહમદ સલમાન ચૌધરીની પૂછપરછ કરતા તેઓએ તેમના મિત્ર  મુસ્તફા મનિહાર સાથે હાંસોટ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.આ ઉપરાંત આરોપીઓએ  હાંસોટ, પાનોલી, નવેઠા તથા કોસંબા ખાતેથી અન્ય 10 જેટલી બાઈક ચોરી કરી લાવી  ગ્લેન્ડર તથા અન્ય સાધનો વડે કટીંગ કરી તેના નાના નાના ટુકડાઓ કરી ટુ-વ્હીલરોના સ્પેરપાર્ટ વેંચી દિધા હોવાનો ખુલાસો થયો હતો જેના આધારે પોલીસે રૂ.1.83 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.આ મામલામાં પોલીસે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
Latest Stories