ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માત
ખાનગી બસે બાઇકને મારી ટક્કર
બાઈક સવાર પત્નીનું મોત, પતિને ઇજા
લગ્નમાં હાજરી આપી ઘરે જઈ રહ્યું હતું દંપત્તી
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ પર ખાનગી બસના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર પતિ પત્ની પૈકી પત્નીનું મોત નિપજ્યું. હતું જ્યારે પતિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે
ભરૂચમાં આવેલ નંદેલાવ ઓવરબ્રિજ પર અકસ્માતનો વધુ એક બનાવો સામે આવ્યો છે જેમાં જંબુસર તાલુકાના સંભા ગામના રહેવાસી ગેમલસંગ ગોહિલ તેમના પત્ની ગજેરાબહેન ગોહિલ સાથે અંકલેશ્વરના અંદાડા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત તેમના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન બ્રિજ પરથી પૂરઝડપે ઝડપે જઈ રહેલ લક્ઝરી બસ નંબર GJ 16 AW 2316ના ચાલકે બાઈકને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં પતિ પત્ની બન્ને માર્ગ પર પટકાયા હતા જેમાં ગંભીર ઈજાના પગલે પત્નીનું મોત નિપજ્યું હતું જ્યારે પતિને ઈજા પહોંચતા સારવા અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દહેજમાં આવેલ એસ. આર. એફ. કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ બસના ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.