ભરૂચ: ગરબે ઘુમતી મહિલાઓને સેલ્ફ ડિફેન્સના પાઠ શીખવવામાં આવ્યા, પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીની પહેલ

સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર સોસાયટીના કોમન પ્લોટ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં કાર્યક્રમ યોજાયો હતો

New Update
  • ભરૂચમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી

  • ભોલાવની નારાયણ કુંજ વિહાર સોસા.માં આયોજન

  • ગરબા મહોત્સવમાં સેલ્ફ ડીફેન્સની અપાય તાલીમ

  • સુરક્ષાએ સેતુ સોસા.દ્વારા યોજાયો કાર્યક્રમ

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ ના ગરબા ગ્રાઉન્ડ પર મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવી રહી છે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર સોસાયટીના કોમન પ્લોટ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચ નવરાત્રીના પાંચમા દિવસે શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી ત્યારે  ભોલાવ સ્થિત નારાયણ કુંજ વિહાર એસ્ટેશન સોસાયટીના કોમલ પ્લોટ ખાતે મહિલાઓ દ્વારા  વિશિષ્ટ નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ જીતેન્દ્ર સિંધા તથા સભ્યોની આગેવાની હેઠળ ભરૂચ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. મહિલા પીએસઆઇ વૈશાલી આહીરે ઉપસ્થિત મહિલાઓને સ્વરક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું તેમજ પ્રેક્ટિકલ ડેમો રજૂ કર્યો હતો. જેના કારણે મહિલાઓને પોતાની સુરક્ષા માટે જરૂરી કૌશલ્ય શીખવાનો અનોખો અવસર મળ્યો હતો.ગરબા સાથે જ સેલ્ફ ડિફેન્સ તાલીમના આ કાર્યક્રમથી મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સશક્તિકરણની ભાવના ફેલાઈ હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories