ભરૂચ: મહંમદપુરા વિસ્તારમાં હાઇમાસ્ટના સમારકામની કામગીરી દરમ્યાન કામદાર ઉપર જ લટકી રહ્યો

હાઇમાસ્ટના સમારકામની કામગીરી દરમ્યાન કામદાર ઉપર જ લટકી જતા સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો

New Update
Bharuch Muhammadpura
Advertisment
ભરૂચના મહંમદપૂરા વિસ્તારમાં હાઈમાસ્ટના રીપેરીંગની કામગીરી દરમિયાન ક્રેનનું બેલેન્સ હતી જતાં રીપેરીંગ માટે ચઢેલો વ્યક્તિ પટ્ટા સાથે લટકી ગયો.હતો.જોકે સદનસીબે નીચે ઉભેલા લોકો તેને પકડી બચાવી લીધો હતો.
Advertisment

ભરૂચ: મહંમદપુરા સર્કલ પર હાઈમાસ્ટના સમારકામ દરમ્યાન ક્રેઈનનું બેલેન્સ બગડતા કામદાર લટકી રહ્યો! #ConnectGujarat #BeyondJustNews

Posted by Connect Gujarat on Friday, November 22, 2024
ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં મોટી હાઇમાસ્ટ લાઈટો આવી છે.જેને રીપેરીંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે.ગતરોજ રાત્રીના હાઇમાસ્ટ લાઈટના પોલની કામગીરી ચાલી રહી હતી તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી.આ સમય દરમિયાન ક્રેનનું બેલેન્સ જતા થાંભલો નમી પડ્યો હતો.
આ સમયે ત્યાં કામગીરી કરી રહેલો એક વ્યક્તિ ત્યાં પટ્ટા પર લટકી પડતા બુમાબુમ થઈ ગઈ હતી.જોકે સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો.પોલ પરથી વ્યક્તિ નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 
Latest Stories