સાયખાની કંપનીમાં સર્જાયો અકસ્માત
UC Colours & Intermediates Pvt.Ltdમાં બન્યો બનાવ
કલર કામ કરતો શ્રમજીવી પટકાતા ઈજાગ્રસ્ત
કામદાર કોન્ટ્રાકટ હેઠળ કરતો હતો કામ
ઈજાગ્રસ્ત કામદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસી સ્થિત UC Colours & Intermediates Pvt.Ltd નામની કંપનીમાં આજે સવારે લગભગ 11 વાગ્યાના સમયે એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઈજાગ્રસ્ત બન્યો હતો. બનાવને પગલે સાથી કામદારોએ તાત્કાલિક ખાનગી વાહન મારફતે તેને વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને દોડી ગયા હતા.
જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. કંપનીમાં ઘટના બની હોવા છતાં કંપની સત્તાધીશો વાગરા હોસ્પિટલમાં યુવકની ખબર અંતર જોવા માટે ફરકયા પણ ન હોવાના આક્ષેપ કામદારોએ ર્ક્યા હતા.
ઇજાગ્રસ્ત સતદિપ કુમાર ઉ.વ 24 મૂળ રહે. બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું. જાણવા મળેલી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્ત સતદિપ સુશીલ કોન્ટ્રાકટમાં કામ કરતો હતો. ઘટના અંગે પૂછતાછ કરતા હાજર કોન્ટ્રાકટરે પણ મૌન વ્રત ધારણ કરી લીધું હતું. સેફટી પ્રત્યે કંપની સામે સવાલો ઉદ્ભવી રહ્યા છે.બનાવ અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.