ભરૂચ: તારીખ 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઝઘડિયાના રાજપારડી ખાતે કરાશે ઉજવણી

વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના ડી.પી. શાહવિદ્યામંદિર,રાજપારડી કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.

વિશ્વ આદિવાસી દિવસ
New Update
આગામી તા.૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના ડી.પી. શાહવિદ્યામંદિર,રાજપારડી કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા પ્રતિ વર્ષ ૯ મી, ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં આ દિવસ ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં તા. ૯ મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૪નાં કાર્યક્રમનું આયોજન જિલ્લાના ઝઘડીયા તાલુકાના ડી.પી. શાહ વિદ્યામંદિર, રાજપારડી કેમ્પસ ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે.
કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીએ સંબંધિત વિભાગોને "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણીની પૂર્વ તૈયારી કરીને આ દિવસે આદિજાતિ વિસ્તારમાંથી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થી, કલાકાર, રમતવીરો, આદિજાતિ ખેડૂતોનું સન્માન, વિવિધ યોજનાના લાભાર્થીઓને એસેટ-પ્રમાણપત્ર વિતરણ, લોકાર્પણ, ખાતમુહૂર્ત જેવી કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સ્થાનિક પધાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ જનમેદની સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજણી કરે તે જોવા સૌને આહવાન કર્યું હતું.
#વિશ્વ આદિવાસી દિવસ #World Adivasi Divas #Rajpardi News #રાજપારડી #Adivasi divas #Connect Gujarat #World Adivasi Day
Here are a few more articles:
Read the Next Article