New Update
ભરૂચમાં કરવામાં આવશે ઉજવણી
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે
ભવ્ય રેલીનું કરવામાં આવ્યું આયોજન
દયાદરા ગામથી રેલી નિકળશે
મોટી સંખ્યામાં લોકોને જોડાવા આહવાહન
તારીખ 8મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ભરૂચમાં આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આદિવાસી સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાશે..
ભરૂચના દયાદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી રેલી કાઢી આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.આ પ્રસંગે દયાદરા ગામથી શરૂ થનારી રેલી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સ્થિત ડૉ. આંબેડકરની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી સમાપ્ત થશે. આ કાર્યક્રમ માટે યોજાયલ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.જેમાં રેલીને સફળ બનાવવા વિવિધ આયોજન થઈ રહ્યા છે.
આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું છે અને જાહેર જનતાને પણ આ ઉજવણીમાં જોડાવાનું આમંત્રણ અપાયું છે.આદિવાસી સમાજ દ્વારા ઉજવાતા આ દિવસની ઉજવણી પોતાનાં હક, ઓળખ અને સંસ્કૃતિ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.
Latest Stories