ભરૂચ: રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરાઈ

આદિવાસી સમાજના આગેવાન દિલીપ છોટુભાઈ વસાવા અને આદિવાસી આગેવાનો દ્વારા ચંદ્રકાંત એકલવ્ય સ્થિત ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલય ખાતેથી રેલી કાઢવામાં આવી

New Update

રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી 

આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ રેલી

ભગવાન બિરસામુંડાને પુષ્પહાર અર્પણ કરાયા 

આદિવાસી સંગઠનોને એક મંચ પર આવવા કરાયું આહવાન 

જિલ્લા કલેક્ટરને આદિવાસીઓના હક અને અધિકાર માટેનું આવેદનપત્ર પાઠવ્યું 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે તારીખ 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી
આજરોજ દિલીપ છોટુભાઈ વસાવા અને આદિવાસી આગેવાનો દ્વારા ચંદ્રકાંત એકલવ્ય સ્થિત ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલય ખાતેથી રેલી કાઢવામાં આવી હતી,અને રાજપારડી ચાર રસ્તા ખાતે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફુલહાર કરી ઉપસ્થિત લોકોને દિલીપ છોટુભાઈ વસાવા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. તેઓએ આદિવાસીઓના હક અને અધિકારની વાતો કરી હતી અને સરકાર ઉપર પ્રહાર કર્યા હતા
તેમજ તમામ આદિવાસી સંગઠનોને એક મંચ પર આવી આદિવાસીઓની લડાઈ લડવા માટે આહવાન કર્યું હતું. ત્યારબાદ રાજપારડી થી તેઓ ભેગા થઈ ભરૂચ કલેકટર ઓફિસ ખાતે પહોંચી રાજ્યપાલને સંબોધીને આદિવાસીઓના હક અને અધિકાર માટેનું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
#વિશ્વ આદિવાસી અધિકાર દિવસ #આદિવાસી અધિકાર દિવસ #Birsa Munda #Birsa Munda Bhawan #statue of Birsa Munda #રાજપારડી
Here are a few more articles:
Read the Next Article