ભરૂચ: આગામી 7 દિવસ વરસાદનું યલો એલર્ટ, વહીવટી તંત્ર સજ્જ !

જિલ્લામાં તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે તો સાથે જ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે

New Update
  • આરબ સાગરમાં ડિપ્રેશન સર્જાયું

  • આગામી સાત દિવસ ભારે વરસાદની શક્યતા

  • ભરૂચ જિલ્લામાં અપાયું યલો એલર્ટ

  • વહીવટી તંત્ર બન્યું સજ્જ

  • અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ

આગામી સાત દિવસ ભરૂચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે ત્યારે વહીવટી તંત્ર સજજ બન્યું છે. જિલ્લામાં તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે તો સાથે જ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે

અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ભરૂચ વહીવટી તંત્ર પણ સજજ બન્યું છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ભરૂચના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સાથે જ મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓને શેલ્ટર હોમ સહિતના સલામત સ્થળે ખસી જવા આદેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ વિભાગ  અધિકારીઓને ખડેપગે તૈનાત રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. જિલ્લાવાસીઓને બિનજરૂરી મુસાફરી ન કરવા અપીલ કરવામાં આવી છે.સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમોને પણ સ્ટેન્ડબાય કરવામાં આવી છે.વૃક્ષ ધરાશાયી  થવાના બનાવમાં તાત્કાલિક તેને હટાવી માર્ગ પુનઃ કાર્યરત કરવા સૂચના આપી દેવામાં આવી છે.

Latest Stories