ભરૂચ: GNFC ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા યોજાઈ

યોગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રચલિત કરવા માટે દર વર્ષે યોગાસન સ્પર્ધા યોજવામાં આવે છે, જેના ભાગરૂપે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં  યોગાસન સ્પર્ધા યોજાઇ

New Update
Yoga competition
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતમાં યોગનો વ્યાપ વધારવા તેમજ યોગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રચલિત કરવા માટે દર વર્ષે યોગાસન સ્પર્ધા યોજવામાં આવે છે, જેના ભાગરૂપે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં  યોગાસન સ્પર્ધા યોજાઇ હતી.
જેમાં ભરૂચ શહેર તેમજ તાલુકાકક્ષાએથી આવેલા યોગાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. અલગ અલગ કેટેગરીની યોગસ્પર્ધામાં યોગપ્રેમીઓ તેમજ યોગ ટ્રેનર્સ અને કોચએ પણ ભાગ લઈ યોગને દૈનિક જીવન શૈલીનો ભાગ બનાવવા લોકોને પ્રેરિત કર્યા હતા.
યોગાસન સ્પર્ધા
આ પ્રસંગે, પંકજ પુરોહિત અને સેક્રેટરી દક્ષેશ પંચોલીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ યોગ કોર્ડીનેટર ભાવિની ઠાકર, યોગ કોચ બીનીતા પ્રજાપતિ અને અશોકભાઈ ઓઝા શીતલબેન તૃપ્તિબેન અમીન તેમજ યોગ ટ્રેનર દ્વારા યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Latest Stories