New Update
ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા કરાયુ હતું આયોજન
કિસાન યાત્રાનું આયોજન કરાયું હતું
તંત્રએ પરવાનગી ન આપતા યાત્રા મોકૂફ
કોંગ્રેસ દ્વારા ભાજપ પર કરાયા પ્રહાર
આવનારા દિવસોમાં પદયાત્રા કાઢવાની ચીમકી
ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ઝગડીયા વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા અતિવૃષ્ટિને પગલે ખેડૂતોને થયેલ નુકશાનીના વળતરની માંગ સાથે કિસાન યાત્રાને પરવાનગી આપવામાં ન આવતા કોંગ્રેસ દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો છે
ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ઝગડીયા વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા સરકાર અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકશાનીનું વળતર જાહેર કરે એવી માંગ અને ખેડૂતોનાં હક અને અધિકાર માટે ટ્રેક્ટર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી નેત્રંગથી વાલિયા,અંકલેશ્વર થઈ ભરુચ કલેકટર ખાતે પહોંચી ત્યાં આવેદન પત્ર પાઠવવામા આવનાર હતું પરંતુ વહીવટી તંત્ર દ્વારા પરમીશન નહીં આપવામાં આવતા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણએ ભાજપના પ્રેસરથી વહીવટી તંત્રને દબાવવામાં આવ્યું હોવાથી પરમીશન નહીં મળી હોવાના આક્ષેપ કર્યા હતા અને આવનારા દિવસોમાં પદયાત્રા કાઢવાની ચીમકી ઉચ્ચારી હતી.
Latest Stories