ભરૂચ:ઝાડેશ્વર નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નર્મદા નદીમાં ત્રીજા દિવસે વિઘ્નહર્તા દેવનું વિસર્જન કરાયુ

ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા કિનારે ગણપતિ બાપાને ભક્તોએ ત્રણ દિવસ બાદ આજે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય આપવામાં આવી હતી.

New Update

ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા કિનારે ગણપતિ બાપાને ભક્તોએ ત્રણ દિવસ બાદ આજે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય આપવામાં આવી હતી.

ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટ ખાતે આજે ત્રીજા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ગણપતિ બાપાની મૂર્તિ વિસર્જન કરાયું હતું.ત્રણ દિવસનું આતિથ્ય માનીને આજે વિઘ્નહર્તા ગણપતિ બાપાને માઁ નર્મદાના નીર માં યોગ્ય વિસર્જન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય બાબત એ  છે કે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં બીજા દિવસે જ ગણપતિ વિસર્જન થતા હોય છે અને આજે  ત્રીજા દિવસે પણ વિસર્જન કરવામાં આવ્યું હતું.નર્મદા નદીમાં વિસર્જન માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે,જ્યારે પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે.

Latest Stories