New Update
-
ભરૂચમાં જોવા મળ્યા ગંદકીના ઢગ
-
હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ઠેર ઠેર કચરો
-
ફટાકડા બજાર બંધ થયા બાદ ગ્રાઉન્ડ પર ગંદકી
-
સાફ સફાઇ ન કરાતા લોકોમાં રોષ
-
અધિકારીઓ રજાના મૂડમાંથી બહાર આવે એવી માંગ
ભરુચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દિવાળીના તહેવાર પર હંગામી ધોરણે ફટાકડા બજાર ઉભુ કરાયું હતું.જોકે ફટાકડા બજાર બંધ થયા બાદ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે
ભરુચની મધ્યમાં આવેલ અને એકમાત્ર રમતગમત ના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા ફટાકડા બજાર ઉભુ કરવાંમાં આવ્યું હતું.જેમાં ફટાકડાના સ્ટોલ ઉપરાંત દિવડા, રંગોળીના સ્ટોલ પણ ઉભા કરાયા હતા.અહી દિવાળીની ખરીદી માટે હજારો લોકો ની અવરજવર પણ રહી હતી.જોકે દિવાળીના ઉત્સવ નું સમાપન થતાં હંગામી ફટાકડા બજાર પણ બંધ થયું છે પણ ફટકડાના સ્ટોલ સહિત અન્ય દુકાનોના પ્લાસ્ટિક,બેગો, ખોખા સહિતના કચરાથી આખુયે ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે .ઠેર ઠેર કચરાના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે..રમતપ્રેમીઓ તેમજ જાગૃત નાગરિકો હોસ્ટેલ ગ્રાઉન્ડ પરના કચરાના ઢગને જવાબદાર તંત્રના અધિકારીઓ તાત્કાલિક દૂર કરાવે તેવી માંગ કરી રહ્યા છે
Latest Stories