ભરૂચ: જંબુસર ST ડેપો સર્કલ નજીક બાઈક આગ ફાટી નિકળતા દોડધામ, બાઈકચાલકનો આબાદ બચાવ

ભરૂચના જંબુસર ખાતે એસ.ટી. ડેપો સર્કલ નજીક ચાલુ બાઇકમાં આગ લાગતા બાઈક ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો સ્થાનિક દુકાનદારોએ આગ પર મેળવ્યો કાબૂ

New Update
  • ભરૂચના જંબુસરનો બનાવ

  • એસ.ટી.ડેપો સર્કલ નજીક આગ

  • ચાલુ બાઇકમાં આગ ફાટી નિકળી

  • બાઈક ચાલકનો આબાદ બચાવ

  • સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

ભરૂચના જંબુસરના એસટી ડેપો સર્કલ નજીકથી પસાર થતી બાઈકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના જંબુસર ખાતે એસ.ટી. ડેપો સર્કલ નજીક આજે એક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
ચાલુ બાઇકમાં આગ લાગતા બાઈક ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.આ ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક દુકાનદારો તેમજ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલિક મદદ માટે આગળ આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. 
Latest Stories