અંકલેશ્વર: ભડકોદ્રા ગામની સાગર રેસિડેન્સીમાં બાઇક ચોરી CCTV માં કેદ, પાંચ દિવસમાં ત્રીજી વખત વાહન ચોરીની ઘટના

પાંચ દિવસમાં બાઇક ચોરીની ત્રીજી ઘટના સામે આવી છે.અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સાગર રેસિડેન્સીમાં રાતે ત્રાટકેલા તસ્કરો બાઇક ઉઠાવી પલાયન થઈ ગયા

New Update
Bhadkodra Bike Theft
અંકલેશ્વરના ગામોમાં વાહન ચોરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ પાંચ દિવસમાં બાઇક ચોરીની ત્રીજી ઘટના સામે આવી છે.અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સાગર રેસિડેન્સીમાં રાતે ત્રાટકેલા તસ્કરો બાઇક ઉઠાવી પલાયન થઈ ગયા હતા. ફ્લેટના બેઝમેન્ટમાં ત્રાટકેલા તસ્કરો બાઇક ઉઠાવી ગયા હતા.
Advertisment
જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સીસીટીવી મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. અગાઉ દિવા રોડ પર તુલસીધામમાં સીસીટીવીમાં તસ્કરો કેદ થયા હતા તો ગડખોલની શિવાંજલિ સોસાયટીમાંથી બાઇક ઉઠાવી જતા સીસીટીવીમાં નજરે પડ્યા હતા. પોલીસ વહેલી તકે આ તસ્કરોને લોકઅપમાં કેદ કરી લે તેમ સ્થાનિકો ઇચ્છિ રહ્યાં છે.
Latest Stories