ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસેફરારકાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.